વિધાર્થીઓને ઓનલાઈન કલાસ માટેની સુચનાઑ
17-07-2020 10:36 pmહાલ ની કોવિડ ૧૯ (કોરોના વાયરસ)ની પરિસ્થિતિ તે કારણે રાજ્ય સરકારશ્રી દ્વારા પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. જે માટે શેઠશ્રી શૂરજી વલ્લભ્દાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંડવીના બીએ બીકોમ ના ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે તેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી
ઓનલાઈન ક્લાસ માટે વિધાર્થીઓએ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
(૧) વિધાર્થીઓએ પોતાના મોબાઇલ/ટેબલેટ/કોમ્પ્યુટરમાં સૌપ્રથમ Microsoft Teams App ડાઉનલોડ કરવાની રહેશે
(૨) વિધાર્થીઓએ આ App માં કોલેજ દ્વારા આપવામાં આવેલ વન ટાઇમ પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે ત્યારબાદ તે પાસવર્ડ રીસેટ કરવાનો રહેશે, વિધાર્થીઓએ પોતાના પાસવર્ડ કોલેજમાંથી જે તે વિભાગમાંથી મેળવી લેવાનો રહેશે.
(૩) કોલેજ દ્વારા તમામ ઓનલાઈન કલાસનું ટાઈમ ટેબલ વિધાર્થીઓને Microsoft Teams Appના કૈલેન્ડર મેનુ માં જોવા મળશે અને તે પ્રમાણે વિધાર્વીએ સમયસર ઓનલાઈન ક્લાસમાં જોડાવવાનું રહેશે
(૪) જે તે વિભાગ દ્વારા લેવામાં આવતા ઓનલાઈન કલાસ માં હાજર રહેતા વિધાર્થીઓની હાજરી દરેક ઓનલાઈન ક્લાસમાં લેવામાં આવશે અનેં તેને આધારે આંતરિક ગુણ અનેં ટર્મ ગ્રાન્ટ કરવામાં આવશે અનેં પુરતી હાજરી ધરાવતા વિધાર્થીઓ જ પરીક્ષા યુનિ. અપલોડ કરવામાં આવશે
(૫) વિધાર્થીઓએ મોબાઇલ/ટેબલેટ/કોમ્પ્યુટરમાં સૌપ્રથમ Microsoft Teams App ડાઉનલોડ કરવા માટે https://bit.ly/Kcg-MSteams લીંકનો ઉપયોગ કરવો અથવા playstore માંથી ડાઉનલોડ કરી શક્શે.
(૭) રાજ્ય સરકારની વખતો વખતની સુચના પ્રમાણે નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તેની તમામ વિધાર્થીઓએ
નોંધ લેવી
વિધાર્થીઓએ Microsoft Teams App ડાઉનલોડ અંગે કાઇ મુશ્કેલી જણાય તો પોતાના વિભાગના વડાનો સંપર્ક કરવો.
ડો.મહેશ બારડ
પ્રિન્સિપાલ
શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ , માંડવી ( કચ્છ. )